વૈશાખ મહિનો શરૂઃ આ મહિનામાં કરવામાં આવતાં દાનનું પુણ્ય ફળ અનેકગણું વધી જાય છે

વૈશાખ મહિનો શરૂઃ આ મહિનામાં કરવામાં આવતાં દાનનું પુણ્ય ફળ અનેકગણું વધી જાય છે

  • 24 એપ્રિલથી 7 મે સુધી વૈશાખ મહિનાનો સુદ પક્ષ રહેશે, 15માંથી 9 દિવસ મહત્ત્વપૂર્ણ તહેવાર રહેશે.

વૈશાખ મહિનાના સુદ પક્ષમાં મહત્ત્વપૂર્ણ તહેવાર આવે છે. ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાની તીજ, સાતમ, આઠમ, નોમ, એકાદશી અને પૂનમના દિવસે વ્રત અને વિશેષ પૂજા કરવાનું વિધાન છે. આ મહત્ત્વપૂર્ણ તિથિમાં ભગવાન વિષ્ણુ, બુદ્ધ, દેવી દુર્ગા અને ગંગાની પૂજા સાથે દાન આપવાનું પણ ઘણું મહત્ત્વ છે. આખા વૈશાખ મહિનામાં દાન કરી શકાય છે, પરંતુ આ મહત્ત્વપૂર્ણ દિવસોમાં દાન કરવાથી તેનું ફળ બેગણું વધી જાય છે. આ મહત્ત્વપૂર્ણ પર્વ અને તહેવારની શરૂઆત 26 એપ્રિલ અક્ષય તૃતીયાથી થાય છે. ત્યાં જ, વૈશાખ સુદ પક્ષ 24 એપ્રિલ 7 મે સુધી રહેશે.

હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ સુદ પક્ષના તહેવાર

26 એપ્રિલ રવિવાર- અક્ષય તૃતીયાઃ-
આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. જે ભગવાન વિષ્ણુના જ અવતાર છે. આ સિવાય આ દિવસે કરવામાં આવતા દાનનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં જ, સૂર્ય અને ચંદ્ર ઉચ્ચ રાશિમાં હોવાથી આ દિવસને વણજોયાં મુહૂર્ત તરીકે માનવામાં આવે છે.

28 એપ્રિલ મંગળવાર- આદ્ય શંકરાચાર્ય જયંતીઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આદ્ય ગુરૂ શંકરાચાર્યજીનો જન્મ થયો હતો. આ દિવસે શ્રીકૃષ્ણ ભક્ત સંત સૂરદાસજીનો પણ જન્મ થયો હતો. એટલે વૈશાખ મહિનાની પાંચમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

30 એપ્રિલ ગુરૂવાર- ગંગા સપ્તમીઃ-
પદ્મ પુરાણ પ્રમાણે સુદ પક્ષની સાતમને ગંગાજીની પૂજા કરવી જોઇએ. કેમ કે, આ તિથિેએ મહર્ષિ જહ્યનુએ પોતાના કર્ણ (કાન)થી ગંગાજી બહાર આવ્યાં હતાં. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તનો પ્રાકટ્યોત્સવ પણ ઉજવવામાં આવે છે. થોડાં ગ્રંથો પ્રમાણે વૈશાખ સુદ સાતમે ભગવાન બુદ્ધનો પણ જન્મ થયો હતો. એટલે આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

1 મે શુક્રવાર- આઠમઃ-
વૈશાખ સુદ આઠમે અપરાજિતા પૂજા કરવામાં આવે છે. એટલે કે, આ દિવસે દેવી દુર્ગાની પ્રતિમાને કપૂર તથા જટામાશી (એક જાતનો છોડ)ના મિશ્રણથી બનેલાં જળથી સ્નાન કરાવવું જોઇએ. આખો દિવસ વ્રત પણ કરવું જોઇએ. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ પાણીમાં થોડો કેરીનો રસ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આ પ્રકારે વ્રત અને પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

2 મે, શનિવાર- સીતા નોમઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને સીતા નોમ કહેવામાં આવે છે. આ દિવસને જાનકી જયંતી સ્વરૂપે ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ રાજા દશરથને ખેતી કરતી સમયે પૃથ્વી માતા પાસેથી દેવી સીતા પ્રાપ્ત થયાં હતાં. આ દિવસ ખાસ કરીને બિહાર અને નેપાળના થોડાં ભાગમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

3 મે, રવિવાર- મોહિની એકાદશી
વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે અને વ્રત કરનાર વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. ગ્રંથોમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ એકાદશી વ્રત કરનાર વ્યક્તિના પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે.

5 મે, મંગળવાર- પ્રદોષ વ્રતઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષનું પ્રદોષ વ્રત દરેક પ્રકારના સંકટ દૂર કરનાર માનવામાં આવે છે. આ વખતે આ વ્રત મંગળવારે હોવાથી ભોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. આ વ્રત કરવાથી દેવુ અને બિમારીઓથી છુટકારો મળી શકે છે.

6 મે, બુધવાર- નૃસિંહ જયંતીઃ-
વિષ્ણુ પુરાણ પ્રમાણે વૈશાખ મહિનામાં જ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો. ભગવાને વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ નૃસિંહ રૂપ લઇને હિરણ્યકશ્યપનો વધ કર્યો અને તેને મોક્ષ પ્રદાન કર્યું હતું.

7 મે, ગુરૂવાર- વૈશાખ પૂનમઃ-
વૈશાખ મહિનાની પૂનમે બ્રહ્માજીએ સફેદ તથા કાળા તલનું નિર્માણ કર્યું હતું. આ દિવસે સફેદ અને કાળા તલને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઇએ. અગ્નિમાં તલની આહુતિ આપો, મધ અને તલથી ભરેલું માટીનું વાસણ દાન આપો.