શું શેમ્પૂ અથવા ડિટર્જન્ટથી હાથ ધોઈ શકાય? એક્સપર્ટનો જવાબ –ફીણવાળી વસ્તુઓથી હાથ ધૂઓ, ડુંગળી-લસણ ખાઓ, હળદરવાળું દૂધ પીને ઇમ્યૂનિટી વધારો

શું શેમ્પૂ અથવા ડિટર્જન્ટથી હાથ ધોઈ શકાય? એક્સપર્ટનો જવાબ –ફીણવાળી વસ્તુઓથી હાથ ધૂઓ, ડુંગળી-લસણ ખાઓ, હળદરવાળું દૂધ પીને ઇમ્યૂનિટી વધારો

  • જો માસ્ક મોટું હોય અથવા ફીટ બાંધ્યું હોય તો ખુલ્લી હવા નથી મળતી, તેથી બહુ મોટું માસ્ક ન પહેરો
  • બાળકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરતા શીખવો, તેમને ઘરમાં જ રાખો અને હાથ ધોવડાવતા રહો અથવા સેનિટાઇઝ કરાવતા રહો

દિલ્હી. કોરોના વાઇરસથી બચવા માટે તમે તમારા હાથ શેમ્પૂ અથવા ડિટર્જન્ટથી ધોઈ શકો છો, ખાવામાં કઈ સાવચેતી રાખવી જોઈએ અને માસ્ક લગાવતી વખતે માથાનો દુખાવો થાય તો શું કરવું વગેરે જેવા ઘણા પ્રશ્નોના જવાબ પદ્મશ્રી ડો.મોહસીન વલી, વરિષ્ઠ સલાહકાર, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, નવી દિલ્હીએ આકાશવાણીને આપ્યા હતા. ચાલો, કોરોના વાઇરસ સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો જાણીએ.

1. શું શેમ્પૂ અથવા ડિટર્જન્ટથી હાથ ધોઈ શકાય?

હાથ ધોવા માટે ફીણ થવું જરૂરી છે ભલે તે વોશિંગ પાવડર હોય કે શેમ્પૂ. જે વસ્તુ ચીકાશ દૂર કરે તેનાથી હાથ ધોઈ શકાય કારણ કે, ફીણની મદદથી જ વાઇરસની જે ચીકાશ હોય છે તે પાણીથી હાથ ધોતા નીકળી જાય છે.

2. ખોરાકમાં શું સાવચેતી રાખવી?

સાદું ભોજન લો. પુષ્કળ પાણી પીઓ. પેટ ખાલી રાખશો નહીં. તમે જે પણ ખાઓ સારી રીતે રાંધો અને ખાઓ. કાચા શાકભાજી અથવા સલાડનું સેવન ઓછું કરો. ખાવામાં ડુંગળી, લસણનું પ્રમાણ વધારો, દરરોજ હળદરવાળું દૂધ પીઓ. આ બધાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, એટલે કે શરીરને રોગો સામે લડવાની ક્ષમતા મળે છે.

3. ખેતરમાં કામ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઇએ?

ગામડાંમાં હાલ વાઇરસનો ચેપ ઓછો છે. એમ પણ ગામડાંના લોકો પહેલેથી જ શિસ્તબદ્ધ છે. પરંતુ હા, ખેતરમાં લણણી વખતે દૂર-દૂર ઊભા રહો. માસ્ક પહેરો, જો માસ્ક ન હોય તો પછી દુપટ્ટા અથવા કપડું લપેટી લો. મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરી શકે છે. કામ કરી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.

4. ચેપગ્રસ્ત વ્યક્તિ જો કોઈ વસ્તુને અડે અને પછી બીજી કોઈ વ્યક્તિ તે સામાનને સ્પર્શે તો શું તેને ચેપ લાગવાનું જોખમ છે?

જી હા, જો ચેપગ્રસ્ત વ્યક્તિ ક્યાંય પણ સ્પર્શે તો વાઇરસ ત્યાં જમા થઈ જાય છે. તેથી દરેકને હંમેશાં હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરવા માટે કહેવામાં આવે છે કારણ કે, ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ અથવા છીંક ખાય તો ઘણીવાર વાઇરસ તેની ઉપર અથવા હાથ ઉપર ગમે ત્યાં લાગી શકે છે. જો કોઈ અજાણતાં તેના સંપર્કમાં આવે છે તો તે વ્યક્તિ વાઇરસના ચેપનો શિકાર બને છે.

5. ઘણીવાર માસ્ક પહેરીએ તો માથામાં દુખાવો અથવા અજીબ અનુભવ થાય છે તો શું કરવું?

જો માસ્ક મોટો હોય અથવા બહુ ટાઇટ બાંદ્યું હોય તો ખુલ્લી હવા નથી મળતી. તેથી, બહુ મોટું માસ્ક ન લગાવો. જો કોઈ સામાન્ય માણસ N95 માસ્ક પહેરે તો તે સહન નહીં કરી શકે. તેનું સ્તર જાડું હોય છે અને એ માત્ર ડોક્ટર્સ માટે હોય છે. તેથી, કપડાંના બનેલા માસ્ક પહેરો. માસ્ક કોટન કપડાંના બનાવો અને તેને 6-7 કલાકમાં બદલી નાખો. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાઇરસ અથવા બેક્ટેરિયા પણ માસ્ક પર જમા થાય છે.

6. 14 દિવસમાં દેશમાં લગભગ 80 જિલ્લાઓમાં એકપણ ચેપનો કેસ બહાર નથી આવ્યો, તેનું કારણ શું?

પહેલા જ દિવસથી સરકાર કોરોના વાઇરસનો ચેપ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. લોકડાઉન દરમિયાન વડા પ્રધાને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિનંતી કરી હતી. કેટલાક દેશોમાં વાઇરસની સ્થિતિ વિશે ચર્ચા કરી. આ દેશની તમામ આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકોની સખત મહેનત અને બલિદાનનું આ પરિણામ છે. આજે દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અન્ય દેશો કરતાં વધુ સારી છે.

7. કોવિડ-19ની વેક્સીન ક્યાં સુધીમાં બનશે?

ચીને પહેલા તેના પર કામ શરૂ કર્યું. તે પછી, અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ રસી બનાવવાનું શરૂ કર્યું. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ રસી પર કામ કરી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સારાહ ગિલ્બર્ડે પણ જે રસી બનાવી છે તેનું ટેસ્ટિંગ માણસો પર શરૂ કરી દીધું છે. જો તે અસરકારક કામ કરશે તો આ રસી સપ્ટેમ્બર સુધીમાં માર્કેટમાં આવી જશે. અમેરિકાએ કહ્યું છે કે, ભલે આ રસી કોઈ પણ દેશમાં તૈયાર થાય લોકો સુધી તેને પહોંચવામાં 5-6 મહિનાનો સમય લાગી જ જશે.

8. પ્લાઝ્મા થેરપી શું છે?

પ્લાઝ્મા એ લોહીનો પારદર્શક ભાગ છે. જેમ ચામાં દૂધ અને પાણી બંને હોય છે. જો તમે ચામાંથી કાળો ભાગ કાઢી લો તો ફક્ત દૂધ જ બાકી રહેશે. તેને પ્લાઝ્મા તરીકે વિચારો. જ્યારે કોઈ માનવને કોરોનાનો ચેપ લાગે ત્યારે તે શરીરમાં એન્ટિબોડીઝ પેદા કરે છે જે રોગપ્રતિકારક શક્તિ દ્વારા વિકસિત થાય છે. ધીરે ધીરે શરીરમાં એન્ટિબોડીઝ વધે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ સાજી થાય છે. જો આવી વ્યક્તિના પ્લાઝ્મા કાઢીને ગંભીર રીતે ચેપગ્રસ્ત માનવ અથવા જેને જીવન જોખમ છે તેમના શરીરમાં મૂકી દો તો તે મદદ કરે છે. આ પ્રક્રિયાને પ્લાઝ્મા થેરેપી કહેવામાં આવે છે.

9. શું બાળકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ

હા, બાળકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા શીખવું પડશે. બાળકોને ઘરે રાખો અને તેમના હાથ ધોવડાવતા રહો અથવા સ્વચ્છ રાખો. જો ઘરમાં વૃદ્ધો હોય તો પછી બાળકોને તેમનાથી દૂર રાખો કારણ કે, વૃદ્ધોમાં ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે. આ સમયે વડીલોને બહાર ન જવા દો અને બહારથી કોઈ વ્યક્તિને પણ ન આવવા દો.