લોકડાઉનના કારણે અત્યારે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. ત્યારે બાળકોથી લઈને મોટા લોકો પણ અલગ અલગ વાનગીઓ ખાવાની ડિમાન્ડ કરી રહ્યા છે. તો લોકડાઉન રેસિપીની સિરીઝમાં આ વખતે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચણાનો પુલાવ. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.
સામગ્રી
- 1 કપ ચણા ((આખી રાત પલાળીને રાખવા)
- 2 નંગ ડુંગળી
- ½ ચમચી જીરું
- એક નાનો ટુકડો તજ
- 3 થી 4 નંગ એલચી
- સ્વાદનુસાર મીઠું
- ½ ચમચી મરચું
- 1 ચમચી હળદર
બનાવવાની રીત
- સૌથી પહેલા ડુંગળીને ડીપ ફ્રા. કરો. તે પુલાવ બનાવવાના સમયે અને સર્વ કરતા પહેલાં કામમાં આવશે. પુલાવ માટે ચોખાને પણ પાલાળીને રાખો. કુકરમાં તેલ ગરમ કરીને જીરું, તજ, એલચી અને સમારેલી ડુંગળીને ફ્રાય કરો.
- ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા ઉમેરો. ચોખાની સુગંધ આવતાની સાથે જ તેમાં પલાળેલા ચણા અને હુંફાળુ પાણી નાખો.
- ઉકળતાની સાથે જ તેમાં થોડું મીઠું, હળદની સાથે ફ્રાય કરેલી ડુંગળી મિક્સ કરો. ચોખાને રાંધો અને પાણી ઉડી જાય ત્યાં સુધી ચઢવા દો. એક સીટી વાગે તો પણ પુલાવને પકાવી શકાય છે.