ખેડા જિલ્લામાં પોઝિટીવ કેસના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સઘન સર્વેલન્સની કામગીરીનો પ્રારંભ

નડિયાદ, તા.25 એપ્રિલ 2020, શનિવાર

જિલ્લામાં નોંધાયેલ કોવિડ-૧૯ના પોઝીટીવ કેસના સંદર્ભેમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી કામગીરીના ભાગરૃપે પોઝીટીવ કેશના કન્ટેઇમેન્ટ ઝોનમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.શહેરના નહેરુ નગર તેમજ આશિષનગર સોસાયટીમાં સર્વેલન્સ દરમ્યાન કુલ-૯ આરોગ્યની ટીમો દ્વારા ૭૭૧ ઘરો, ૩૩૦૫ વસ્તીને આવરી લેવામાં આવી છે.

પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કુલ-૩૪ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી ૧ સેમ્પલ પોઝીટીવ જાહેર થયુ હતુ.જ્યારે અન્ય ૩૩ સેમ્પલ નેગેટીવ જાહેર થયા છે.

જ્યારે કપડવંજ તાલુકાના દાણા ગામમાં સર્વેલન્સ દરમ્યાન કુલ-૩૦ આરોગ્યની ટીમો દ્વારા ૧૬૧૩ ઘરો, ૮૩૩૫ વસ્તીને આવરી લેવામાં આવી હતી.જેમાં પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કુલ-૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે તમામ સેમ્પલના રીઝલ્ટ નેગેટીવ  જાહેર થયા છે.નડિયાદ શહેરની નવદુર્ગા સોસાયટીના બંને કેસોના સર્વેલન્સ દરમ્યાન કુલ-૧૮ આરોગ્યની ટીમો દ્વારા ૨૦૧૧ ઘરો,૮,૪૮૯ વસ્તીને આવરી લેવામાં આવી છે.શહેરની શારદા નગર સોસાયટીના કેસના સર્વેલન્સ દરમ્યાન કુલ-૬ આરોગ્યની ટીમો દ્વારા ૫૧૯ ઘરો,૨૪૫૧ વસ્તીને આવરી લેવામાં આવેલ છે.આજ સુધીમાં નડિયાદની એન.ડી.દેસાઇ અને સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ-૪૨૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી કુલ-૪ પોઝીટીવ જાહેર થયા છે.જ્યારે ૩૮૫ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ જાહેર થયા છે અને  ૩૦ સેમ્પલના રીઝલ્ટ પેન્ડીંગ છે.વળી એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં અત્યારે ૭ દર્દી સારવાર હેઠળ છે, અને આજના દિવસમાં ૧૦ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.એટલે અત્યારે એન.ડી.દેસાઇ હોસ્પિટલોમાં કુલ ૧૭દર્દી સારવાર હેઠળ છે.