કોવિડ-19ના કારણે ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાની રીત બદલાશે, એરલાઈન્સમાં મિડલ સીટ્સને હટાવવામાં આવી શકે છે

હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાવાઈરસની મહામારી બાદ ફ્લાઈટમાં મુસાફરી કરવાનો એક નવો અનુભવ હશે. સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહિત કરવા માટે એરલાઈન્સમાં મિડલ સીટ્સને હટાવવામાં આવી શકે છે. ફ્લાઈટના ઈન્ટીરિયર ડિઝાઈન પર કામ કરનારી એક કંપની નવો કોન્સેપ્ટ લઈને આવી છે, જેના અંતર્ગત ઈકોનોમી ક્લાસમાં અમુક ફેરફાર કરવામાં આવી શકે છે.

flight seat

નવી ડિઝાઈનથી તૈયાર કરવામાં આવી સીટ્સ
ઈટાલિયન ડિઝાઈનર્સ એવિયોઈન્ટીરિયર્સ ઈકોનોમી ક્લાસ માટે બે નવી સીટ ડિઝાઈન કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ ડિઝાઈનને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી નવી જરૂરિયાતોના આધાર પર બે પેસેન્જર્સની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવી શકે. આ ડિઝાઈનની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ઓનબોર્ડ સ્પેસમાં વધારે કંઈ ફેરફાર કરવામાં નથી આવ્યા.

નવી ડિઝાઈનની શું ખાસિયત છે
આ કંપનીએ રોમના પ્રાચીન ભગવાન ‘Janus’ના નામ પર એક ડિઝાઈનનું નામ રાખ્યું છે, જેમાં એક સીટ પર બે પ્રકારની બેસવાની સુવિધા હશે અને તેની સફાઈ પણ સરળતાથી કરી શકાશે. જો આ કોન્સેપ્ટને એરલાઈન કંપનીઓ અપનાવે છે તો આ સીટ્સને તૈયાર કરવા માટે સુરક્ષિત મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે જેથી હાઈજીનનું પણ ધ્યાન રાખી શકાય.

બીજી ડિઝાઈન શું છે?
મુખ્ય રીતે તે 3 લાઈનવાળી સીટોનું સેટઅપ હશે જેમાં વચ્ચે બેસનાર પેસેન્જર વિરુદ્ધ દિશામાં બેસશે. આ લાઈનમાં ઓઈલ અને વિંડો સીટ પર બેસનાર પેસેન્જર એક દિશામાં બેસશે. આ સેટઅપની મદદથી બે પેસેન્જર્સની વચ્ચે પર્યાપ્ત અંતર જળવાઈ રહશે. તે ઉપરાંત બીજી ડિઝાઈનમાં દરેક સીટ પર ત્રણ પ્રકારથી ફિક્સ્ડ શીલ્ડ પણ લગાવવામાં આવશે. તે શીલ્ડ ટ્રાન્સપરન્ટ મટિરિયલથી બનાવવામાં આવશે.

રેગ્યુલેટરી નિયમો જરૂરી

જો કે કંપનીએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આ ડિઝાઇનની બેઠકો આખી કેબિનમાં લગાવવામાં આવશે કે નહીં .જો કે એક વાત સ્પષ્ટ છે કે રેગ્યુલેટરી નિયમોને કારણે ક્લિયરન્સ લાઇનમાં આવી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. હકીકતમાં નિયમોના અનુસાર, એક્ઝિટ લાઈનમાં બે સીટ્સની વચ્ચે ઓછામાં ઓછું 7 ઈંચનું અંતર હોવું ફરજિયાત છે.

બે ડિઝાઈનમાં સૌથી વધુ કઈ સારી છે
જાનુસ સીટ ડિઝાઈન માટે વિમાનોએ હાલની કેબિનનું સંપૂર્ણ રિપ્લેસમેન્ટ કરવું જરૂરી છે. પરંતુ આ કંપનીએ એક એવી ડિઝાઈન તૈયાર કરી છે, જેમાં સ્ટાન્ડર્ડ એરપ્લેન સીટમાં પણ જરૂરી ફેરફાર કરી શકાય છે. જો કે, ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, આ ડિઝાઈનમાં વર્તમાન સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈન્સનું સંપૂર્ણ રીતે પાલન નહીં થઈ શકે.

એરલાઈન્સ રસ દાખવી રહી છે
આ ડિઝાઈનમાં શીલ્ડની મદદથી બે પેસેન્જર્સની વચ્ચે એક બેરિયર હશે. વિમાન કંપનીઓ આ બંને ડિઝાઇનમાં રસ દાખવી રહી છે. અત્યારે આ કંપનીઓ પ્રોટોટાઈપ કરવામાં  વ્યસ્ત છે

કેટલો સમય લાગશે
એવિયોઈન્ટીરિયર્સના જણાવ્યા પ્રમાણે, જ્યારે એક વખત તમામ ડિઝાઈનનો ફેઝ તૈયાર થઈ જશે ત્યારબાદ તેને એવિએશન ઉડ્ડયન નિયમનકારોની મંજૂરી લેવી પડશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આગામી 11 મહિનામાં આ ડિઝાઈનને રોલઆઉટ કરવામાં આવી શકે છે.