ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદતા આ 5 વસ્તુ, બાકી કરોડ પતિમાંથી બની જશો રોડપતિ

Dhanteras

આગામી 13 નવેમ્બરે ધનતેરસ છે. અને ધનતેરસના દિવસે નવા સામાનની ખરીદીની પરંપરા છે. અને તે ખુબ જુની છે. એવી માન્યતા છે કે ભગવાન ધનવંતરિ જ્યારે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. એટલા માટે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.

આ દિવસે ખરીદદારી કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે. પરંતુ ધનતેરસના દિવસે કેટલીક વસ્તુ ખરીદવાથી બચવું જોઇએ. આવો જાણીએ કઇ વસ્તુ ખરીદવી ન જોઇએ.

ધનતેરસના દિવસે કાચનો સામન ખરીદવો જોઇએ નહીં. કારણ કે આ સંબંધ રાહુથી હોય છે. અને રાહુને નીચ ગ્રહ માનવામાં આવે છે. કાચનો સામાન ધનતેરસના દિવસે ખરીદવાથી એ દિવસે શુભફળની પ્રાપ્તી થતી નથી. એટલા માટે ભૂલીથી પણ એ દિવસે કાચની કોઇપણ વસ્તુ ખરીદવી જોઇએ નહીં.
ધનતેરસ પર એલ્યુમિનિયમના વાસણ ખરીદવું પણ વર્જિત માનવામાં આવે છે. તેનો સંબંધ પણ રાહુ સાથે છે. એટલા માટે તેને શુભ માનવામાં આવતું નથી. આજ કારણે એલ્યુમિનિયમનો પ્રયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવતો નથી.

ધનતેરસના દિવસે રસોડામાં કામ આવનાર વસ્તુઓ જેવી ચાકૂ અને લોખંડના વાસણ પણ ન ખરીદવા જોઇએ. સોનાના આભુષણોની જગ્યાએ હીરા અને ચાંદીના આભૂષણો ખરીદવા વધારે શૂભ માનવામાં આવે છે. સોનું ખરીદવું હોય તો બિસ્કીટ કે બોડ ખરીદવું જોઇએ.