અમેરિકાના રાષ્ટ્રપતિ હોવુ ફક્ત પ્રતિષ્ઠાની જ વાત નથી, પરંતુ તેની સાથે સાથે કેટલાય લાભ અને ભથ્થા પણ મળે છે. રાષ્ટ્રપતિને દર વર્ષે ૪ લાખ ડોલર (૨,૯૪,૧૯,૪૪૦ રૂા.)પગાર મળે છે. ઉપરાંત તેની સાથે-સાથે ઘર, વ્યક્તિગત વિમાન અને હેલિકોપ્ટરની પણ સવલત મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિને પગાર ઉપરાંત ૧૭ અન્ય ભથ્થા પણ આપવામાં આવે છે.
વ્હાઈટ હાઉસ વર્ષ ૧૮૦૦ બાદ અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર રહેઠાણમાં અનેક પરિવર્તન આવ્યા છે. ૬ માળની બીલ્ડીંગ, ૫૫ હજાર વર્ગ ફુટની ઈમારતમાં ૧૩૨ રૂમો, ૩૫ બાથરૂમ અને ૨૮ ફાયરપ્લેસ પણ સામેલ છે. તેમાં એક ટેનિસ કોર્ટ, એક બોલીંગ એલી, એક ફેમિલી મુવી થિયેટર, એક જોગિંગ ટ્રેક અને એક સ્વીમીંગ પુલ પણ છે. વ્હાઈટ હાઉસમાં પાંચ રસોઈયા સહિત અન્ય નોકર-ચાકરો પણ કાર્યરત હોય છે. બ્લેયર હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિ માટે સત્તાવાર અતિથિ ગૃહ વ્હાઈટ હાઉસથી ૭૦ હજાર વર્ગ ફુટ મોટુ છે. તેમાં ૧૧૯ રૂમો છે, જેમાં મહેમાનો અને કર્મચારીઓ માટે ૨૦થી વધુ બેડરૂમ સામેલ છે. તેમાં ૩૫ બાથરૂમ, ચાર ડાઈનીંગ રૂમ, એક જિમ, એક ફુલની દુકાન અને એક હેયર સલુન પણ સામેલ છે. કૈંપ ડેવિડ ૧૯૩૫માં સ્થાપિત આ રાષ્ટ્રપતિ પર્વત ૧૨૮ એકરની સંપત્તિ છે. જે મૈરીલૈંડના પહાડોમાં છે. ફ્રૈંકલીન રૂઝવેલ્ટ બાદથી દરેક રાષ્ટ્રપતિએ આ સુવિધાનો ઉપયોગ કર્યો છે.
એર ફોર્સ વન એરફોર્સ વન અમેરિકી રાષ્ટ્રપતિના પરિવહન માટે બનાવવામાં આવ્યું છે. એરક્રાફ્ટમાં ઈલેક્ટ્રોમૈગ્નેટિક પલ્સ વિરૂધ્ધ સુરક્ષાને લઈને ઓનબોર્ડ ઈલેક્ટ્રોનિકસ છે. આ ઉપરાંત સુરિક્ષત સંચાર ઉપકરણોથી સજ્જ છે, જે તેને હુમલાની સ્થિતિમાં મોબાઈલ કમાન્ડ સેન્ટરના રૂપમાં કાર્ય કરવાની મંજૂરી આપે છે. પ્લેનમાં ઉડાન દરમ્યાન પણ ઈંધણ ભરી શકાય છે. મૈરીન વન રાષ્ટ્રપતિનું સત્તાવાર ચોપર પાંચ સમાન હેલિકોપ્ટરની સાથે ઉડે છે. તે રેસ્ક્યુ મિશન ઓપરેટ કરી શકે છે, અને એન્જીન ફેલ થઈ જાય તો પણ ૧૫૦ મીલ પ્રતિ કલાકની ઝડપે ક્રુઝ સંચાલિત કરી શકે છે. તે એન્ટી મિસાઈલ સિસ્ટમ અને બૈલિસ્ટિક કવચથી સજ્જ હોય છે. ધ બીસ્ટ રાષ્ટ્રપતિની રાજ્ય કાર લીમોસીનને દુનિયામાં સૌથી વધુ સુરિક્ષત કાર માનવામાં આવે છે. તેના દરવાજા આર્મર્ડ-પ્લેટેડ છે, અને કેમિકલ હુમલાની સ્થિતિમાં સુરક્ષા માટે બંધ થતાં ૧૦૦ ટકા સીલ પણ બનાવે છે. બારીઓમાં પાંચ લેયરવાળા ગ્લાસ અને પોલીકાર્બોનેટ છે. કારમાં ઓક્સિજનની આપુર્તિ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને બ્લડ બેંક પણ છે. ગુપ્ત સેવા અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને ૨૪ કલાક કડક સુરક્ષા મળે છે. તે દેશની સૌથી જુની સંઘીય તપાસ એજન્સીઓમાંથી એક છે, સીક્રેટ સર્વિસ દ્વારા સંરિક્ષત છે. પગાર અમેરિકી રાષ્ટ્રપતિને ૪ લાખ ડોલર (૨,૯૪,૧૯,૪૪૦ રૂા.)નો પગાર મળે છે. આ ઉપરાંત તેમને ૧૯ હજાર ડોલરનું મનોરંજન ભથ્થુ, ૫૦ હજાર ડોલરનું વાર્ષિક ખર્ચ ભથ્થુ અને ૧ લાખ ડોલરનુ અન્ય કર તેમજ મુસાફરી ભથ્થુ પણ મળે છે. સેવા નિવૃત્તિ લાભ અમેરિકી રાષ્ટ્રપતિને પેંશન પણ મળે છે. એક સેવા નિવૃત્ત રાષ્ટ્રપતિનું વાર્ષિક પેન્શન ૨લાખ ડોલર છે. આ ઉપરાંત એક પુર્વ રાષ્ટ્રપતિની વિધવાને એક લાખ ડોલરનું વાર્ષિક ભથ્થુ પણ મળે છે.