Whatsapp પર આ પ્રકારનો મેસેજ આવે તો બિલ્કુલ ક્લિક ન કરતાં, લોકડાઉનમાં સ્કેમરે એવી લોભામણી લાલચ આપી છે કે તમે ફસાશો

અમદાવાદ, તા. 26 એપ્રિલ 2020 રવિવાર

Whatsapp પર અસંખ્ય મેસેજ આવે છે. જેના તમામ મેસેજ સાચા હોવાનું માની મેસેજ પર મોટાભાગના લોકો ક્લિક કરતાં હોય છે. હાલમાં જ વોટ્સએપ પર એક પ્રોડક્ટની ઓફરનો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે.

આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, Heinekenની બ્રાંડ તરફથી લોકડાઉનમાં મફતમાં બીયર આપવામાં આવે છે. એ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપની તરફથી એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચાર બીયર ફ્રીમાં આપવામાં આવશે.

  • Heineken કંપનીએ આપ્યું નિવેદન

Heineken દ્વારા પણ એવું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે કંપનીનો વાઈરલ મેસેજ એ એક પ્રકારનું સ્કેમ છે જ્યારે કંપનીએ આવી કોઈ ઓફર આપી નથી. આવા સ્કેમ ખૂબ જ કોમન છે અને તેના ફિશિંગ અટેક્સનો અર્થ તમારી પ્રાઈવેટ ડિટેલ ચોરવાનો છે. આ સિવાય સ્કેમની મદદથી તમારો ટાઈમ વેસ્ટ કરવાની સાથે સાથે સ્કેમર કમાણી પણ કરી લે છે.

  • એક યુઝરે ધ્યાન દોર્યું

વોટ્સએપ પર ધડાધડ શેર થઈ રહેલા આ મેસેજને બાદમાં એક યુઝરે ટ્વીટર પર નાખ્યો હતો અને કંપની સાથે શેર કર્યો હતો. કંપનીએ પણ આ યુઝરના જવાબમાં કહી દીધું કે આ સ્કેમ છે. પ્લીઝ આની સાથે આપવામાં આવેલી લિન્ક પર ક્લિક કરવામાં ન આવે.

  • URLને સમજો

યુઝર્સ પણ આવા કોઈ પણ મેસેજ પર વિશ્વાસ કરી ક્લિક ન કરે. આ સિવાય કંપની કોઈ દિવસ વોટ્સએપ પર આવી લોભામણી લાલચો આપતી નથી. કોઈ પણ લીન્ક પર ક્લિક કરતા પહેલાં તેની URLને ક્રોસચેક કરવાની સમજદારી રાખો. અન્યથા આરામથી ફીશિંગ અટકેની જાળમાં ફસાઈ જશો.