સુખ અને સમૃદ્ધિ માટે ઘરની આ જગ્યાએ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો, વાસ્તુશાસ્ત્રમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

Ganesha idol

મત્સ્ય પુરાણ:સુખ અને સમૃદ્ધિ માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો, વાસ્તુશાસ્ત્રમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

વાસ્તુના રૂપમંડન ગ્રંથમાં જણાવ્યાં પ્રમાણે આર્થિક ઉન્નતિ માટે ઘરમાં ગણેશજીની સૂંઢ જમણી દિશામાં વળેલી હોય તેવી મૂર્તિ રાખવામાં આવે છે

વાસ્તુના રૂપમંડન અને વિષ્ણુધર્મોત્તર પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવી શુભ મનાય છે. મત્સ્ય પુરાણ પ્રમાણે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ સાથે જ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે આવા ઘરમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. વાસ્તુના ગ્રંથો પ્રમાણે ગણેશજીની જે મૂર્તિમાં સૂંઢ જમણી બાજુ વળેલી હોય, તેને ઘરમાં રાખવાથી ત્યાં રહેતાં લોકો આર્થિક રીતે મજબૂત થાય છે.

ગણેશજીની મૂર્તિ સાથે જોડાયેલી ખાસ વાતો અને તેનું મહત્ત્વઃ-

  • મત્સ્ય પુરાણના જણાવ્યાં પ્રમાણે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ બાંધવું જોઇએ. સાથે જ, ગણેશજીની નાની મૂર્તિ પણ મુખ્ય દ્વાર ઉપર સ્થાપિત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
  • ઘરમાં ગણપતિની બેસેલી મુદ્રામાં તથા કાર્યસ્થળે ઊભા ગણપતિજીનું ચિત્ર લગાવવું જોઇએ. ધ્યાન રાખવું કે, ઊભા ગણેશજીના બંને પગ જમીનને સ્પર્શ કરતાં હોય. જેથી કાર્યમાં સ્થિરતા આવે છે.
  • ઘર કે કાર્યસ્થળના કોઇપણ ભાગમાં વક્રતુંડની પ્રતિમા કે ચિત્ર લગાવી શકાય છે. ધ્યાન રાખવું જોઇએ કે, ગણેશજીની મૂર્તિનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં ન હોય.
  • સુખ, શાંતિ, સમૃદ્ધિની ઇચ્છા રાખનાર લોકો માટે સફેદ રંગના વિનાયકની મૂર્તિ કે ચિત્ર લગાવવું જોઇએ. સર્વમંગલની કામના કરનાર લોકો માટે કેસરી રંગના ગણપતિની આરાધના અનુકૂળ રહે છે.
  • ગણેશજીની જે મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તે મૂર્તિની પૂજા કરવાથી ભૌતિક સુખ અને સમૃદ્ધિ વધે છે. તેના સિવાય મોક્ષ ઇચ્છતાં લોકોએ ડાબી અને વળેલી સૂંઢવાળા ગણપતિજીની મૂર્તિ ઘરમાં રાખવી જોઇએ.