બોરસદ : મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું

આણંદ : બોરસદ શહેરની વાસદ ચોકડી પર વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું સ્થાપન દશેરાના દિવસે શ્રી રાજપૂત યુવા સંગઠન બોરસદ તાલુકા તથા મહાકાલ સેના બોરસદ તાલુકા દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રતિમાનું નિર્માણ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરવામાં આવ્યું છે.

આ પ્રતિમાની ઊંચાઈ ૧૨.૫ ફૂટ છે. જેને ફાઈબર ગ્લાસથી બનાવવામાં આવી છે.

આ પ્રતિમાનું વજન ૬૦૦ કિલો થી પણ વધારે છે.

આ પ્રતિમાના નિર્માણમાં ૧૦ લાખથી પણ વધારે લાગત થઈ છે.

રાજસ્થાનના પ્રખ્યાત શિલ્પકાર મહાવીર ભારતીની દેખરેખ હેઠળ આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

શિલ્પકાર મહાવીર ભારતી અને ડિઝાઈનર નિર્મલા કુલ્હરી ના નેતૃત્વમાં ૧૦ માણસોની ટીમે આ પ્રતિમાને ૨ મહિનામાં તૈયાર કરી હતી.

આ પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત થનારી મહારાણા પ્રતાપની અષ્ટ ધાતુની પ્રતિમાની હૂબહૂ પ્રતિકૃતિ છે.

જેમાં મહારાણા પ્રતાપ તેમના પ્રિય ઘોડા ચેતક પર સવાર થઈ યુદ્ધ ના પોશાકમાં હાથમાં ભાલો લીધેલા બતાવવામાં આવ્યા છે.

શિલ્પકાર મહાવીર ભારતીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૧ માં એક પ્રતિમા અયોધ્યામાં પણ પ્રદેશની શાન વધારશે.

આ પ્રતિમાની ખાસિયત છે કે ચેતક પર બેઠેલા મહારાણા પ્રતાપ અત્યાર સુધી બનેલી મહારાણા પ્રતાપની પ્રતિમાથી કંઇક અલગ છે.

આમાં એમના કદ ના અનુરૂપ તમને વિશાળકાય બનાવવામાં આવ્યા છે. તેના અનુસાર ચેતકનુ નિર્માણ કર્યું છે.

પ્રતિમાને જોતા એવું લાગે છે કે મહારાણા પ્રતાપ બખ્તરબંદ પહેરીને ચેતક પર સવાર થઇ યુદ્ધ માટે નીકળ્યા છ