ચણા-મેથીનું અથાણું બનાવવા નોંધી લો રીત, ચાખીને દરેક લોકો કહેશે વાહ

Chana Methi Pickle

અથાણાનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક અથાણાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણા મેથીનું અથાણું. જેને તમે રોટલી, ખીચડી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

  • મેથી દાણા – ૨૫૦ ગ્રામ
  • દેશી ચણા – ૨૫૦ ગ્રામ
  • કેરીની છીણ – ૨૫૦ ગ્રામ
  • મેથીના કુરિયા – ૨૫ ગ્રામ
  • રાઇના કુરિયા – ૨૫ ગ્રામ
  • મરચું – ૨ ટેબલસ્પૂન
  • મીઠું – સ્વાદ પ્રમાણે,
  • તેલ – ૫૦૦ મિ.લી.

બનાવવાની રીત

સસૌ પ્રથમ મેથી, ચણાને પાણીમાં 4 કલાક પલાળી લો. ત્યારબાદ તેમાંથી પાણી નીતારી કપડાં પર પાથરી દો અને સુકવવા મૂકો.

Chana Methi Pickle

હવે કેરીની છીણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરવું. તે બાદ તેમાં મેથી અને ચણા પણ મિક્સ કરી લો અને તેને એક બરણીમાં ભરી લો.

Chana Methi Pickle

ત્યાર પછી બીજા દિવસે તેલને ગરમ કરી સહેજ ઠંડુ થાય એટલે તેમાં નાખી બરાબર હલાવી લેવું.

તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ચણાનું અથાણું.

Chana Methi Pickle

આ અથાણામાં કેરીની છીણ ઉમેરવાથી તેની ખટાશના કારણે મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ News Live Update  લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.