કોરોના મહામારી સામે લડવા માટે દરેક સેલેબ્સ તેમનાથી બનતી મદદ કરી રહ્યા છે. સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ પણ આ કઠિન સમયમાં લોકોની મદદે આવી છે. તેણે 21 દિવસમાં 75 હજાર લોકોને ભોજન પૂરું પાડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જેમાં તે ભોજન બનાવતી, ભોજન પેક કરતી દેખાઈ છે.
આ ઇન્સ્ટા પોસ્ટમાં તે માસ્ક પહેરીને તેની ટીમ સાથે ગરીબો માટે જમવાનું બનાવી રહી છે. આ પહેલાં તેણે ગરીબોને કરિયાણું પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત તેણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ફંડ પણ એકઠું કર્યું હતું.
આ સાઉથ એક્ટ્રેસ બોલિવૂડમાં હંગામા 2 ફિલ્મથી તેનું ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ અને મિઝાન જાફરી સાથે દેખાશે. ઉપરાંત તે અન્ય બોલિવૂડ ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મમાં પણ દેખાવાની છે.