બ્રેડ મેજિક પીઝા : એકદમ અલગ અને ટેસ્ટી બ્રેડ મેજિક પીઝા

અત્યારે લોકડાઉનના કારણે મોટાભાગનાં ઘરોમાં અલગ અલગ વાનગીઓ જ બનતી હોય છે. તેમાં અત્યારનાં બાળકોને પીઝા, ફ્રેન્કી, નૂડલ્સ, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ જ ભાવતા હોય છે.  તો આજે જ ટ્રાય કરો હેલ્ધી યમ્મી બ્રેડ પીઝા. તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પણ નથી પડતી.

Pizaa Recipeસામગ્રી

 • 6-8 નંગ બ્રેડ
 • 1-1 કપ ઝીણા સમારેલા પાલક-ડુંગળી
 • 1 કપ ઝીણું સમારેલ શિમલા મરચું
 • સમારેલું ગાજર
 • 1 ચમચી માખણ
 • 2 મોટા ચમચા ચીઝ
 • 2 મોટા ચમચા મિક્સ સ્પ્રાઉટ્સ કઠોળ
 • મીઠું, મરી: સ્વાદ મુજબ
 • 2 ચમચી લીલી ચટણી
 • વેજ મેયોનીઝ

બનાવવાની રીત

 • બધા શાકભાજી, મકાઈના દાણા, કઠોળ, મીઠું મરી પાવડર અને મેયોનીઝ નાખીને મિક્સ કરો.
 • બે મોટી બ્રેડ કાપીને ઈચ્છા અનુસાર આકારમાં કટ કરી લો.
 • હવે અલગથી એક બ્રેડ પર માખણ અને લીલી ચટણી લગાવો. તેના પર શાકભાજીનું મિશ્રણ લગાવો.
 • તેના ઉપર ચીઝ નાખો. બીજી બ્રેડને પણ આવી રીતે કટ કરીને તૈયાર કરી લો
 • તેને પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર બેક થવા દો. તો તૈયાર છે બ્રેડ મેજિક પીઝા તેને સોસની સાથે સર્વ કરો.
 • નોંધઃ જો ઓવન ન હોય તો તવી પર પણ બ્રેડ પીઝા બનાવી શકો છો.