તિરુપતિ બાલાજી મંદિર 20 માર્ચથી બંધ છે, પરંતુ અન્ન પ્રસાદ ચાલુ, રોજ 1.40 લાખ પેકેટ ભોજન જરૂરિયાતમંદો માટે તૈયાર થાય છે

તિરુપતિ બાલાજી મંદિર 20 માર્ચથી બંધ છે, પરંતુ અન્ન પ્રસાદ ચાલુ, રોજ 1.40 લાખ પેકેટ ભોજન જરૂરિયાતમંદો માટે તૈયાર થાય છેઆંધ્રપ્રદેશના તિરુમાલાના પહાડો પર વસેલા શ્રી વેંકટેશ તિરુપતિ બાલાજી મંદિરમાં અત્યારે સન્નાટો છે. સામાન્ય દિવસોમાં અહીં દરરોજ સિત્તેરથી એંસી હજાર લોકો દર્શનાર્થે આવતા હોય છે. દેશનાં સૌથી શ્રીમંત મંદિરોમાં સ્થાન પામતા તિરુપતિમાં અત્યારે માત્ર અમુક પૂજારીઓ જ દરરોજ થતી પરંપરગાત પૂજાઓ કરી રહ્યા છે. અત્યારે અહીં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળતી નથી. કોરોનાવાઈરસને કારણે મંદિર ભલે બંધ થયું હોય, પણ એક પરંપરા તૂટી નથી. અહીં દરરોજ બનતો અન્ન પ્રસાદમ્ અગાઉની જેમ જ ચાલુ છે.

લોકડાઉનના કારણે જે ગરીબને ભોજન મળી રહ્યું નથી, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) ટ્રસ્ટ તેમને ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. માત્ર ગરીબોને જ કેમ, અહીં પશુઓ માટે પણ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રશાસનને મદદ
માત્ર તિરુપતિ જ નહીં, આસપાસના એક ડઝન જિલ્લામાં મંદિરોએ પ્રશાસને ભોજન વ્યવસ્થા માટે રૂપિયા આપ્યાં છે. ટ્રસ્ટે 13 જિલ્લા માટે 13 કરોડ રૂપિયા સ્વકૃત કર્યાં છે. રોજ સવાર અને સાંજ ભોજનના 70 હજાર પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. લગભગ 1 લાખ 40 હજાર પેકેટ રોજ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ કાર્ય 28 માર્ચથી શરૂ થઇ ગયું છે. અત્યાર સુધી 37 લાખથી વધારે પેકેટ વહેંચવામાં આવ્યાં છે. મંદિરમાં 20 માર્ચથી શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ છે. ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ઓફિસર અનિલ કુમાર સિંઘલ પ્રમાણે, આંધ્ર પ્રદેશના એક ડઝન જિલ્લામાં શ્રીવારિ અન્ન પ્રસાદમ્ યોજના હેઠળ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટની પ્રાથમિકતા આવા ગરીબો અને મજૂરોને ભોજન ઉપલબ્ધ કરાવવાનું છે, જે લોકડાઉનના કારણે આર્થિક સંકટથી પસાર થઇ રહ્યા છે. જેમાં વિશાળ સંખ્યામાં તે મજૂરો સામેલ છે જેઓ અન્ય રાજ્યોના રહેવાસી છે.

36 દિવસથી તિરુપતિ મંદિરમાં સન્નાટો છે. સામાન્ય દિવસોમાં અહીં દરરોજ સિત્તેરથી એંસી હજાર લોકો દર્શનાર્થે આવતા હોય છે. 20 માર્ચથી અહીં પ્રવેશ બંધ છે.

બે હજાર વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ
મંદિરના બે હજાર વર્ષના ઇતિહાસમાં લગભગ પહેલીવાર આવો અવસર આવ્યો છે, જ્યારે આટલાં લાંબા સમય માટે શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હોય. 128 વર્ષ પહેલાં 1892માં બે દિવસ માટે મંદિર બંધ થયું હતું. જોકે, તેનું કારણ મંદિરના રેકોર્ડમાં ઉલ્લેખવામાં આવ્યું નથી. 3 મે લોકડાઉન પૂર્ણ થયા બાદ જ મંદિર ખુલશે એવા અણસાર છે. મંદિરમાં આવતાં શ્રદ્ધાળુઓ માટે અન્ન પ્રસાદની વ્યવસ્થા હંમેશાં હોય છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દરરોજ 70 હજાર લોકો માટે પ્રસાદ બને છે.

અન્ન પ્રસાદમ્ માટે 750 કર્મચારી બે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. એક શિફ્ટમાં 70 હજાર પેકેટ બનાવવામાં આવી રહ્યા છે.

750 લોકો કામ કરી રહ્યાં છે
શ્રીવારિ અન્ન પ્રસાદમ્ માટે 750 કર્મચારી બે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. એક શિફ્ટમાં 70 હજાર પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. સવારે 3 થી 11 વાગ્યા સુધી અને પછી બપોરે 1 થી રાતે 8 વાગ્યા સુધી બે શિફ્ટમાં પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. પહેલાં આ વ્યવસ્થા 3 મે સુધી હતી. પરંતુ હવે 25 એપ્રિલ સુધી કરી દેવામાં આવી છે.

જરૂરિયાતમંદ લોકો સાથે જાનવરો માટે પણ
તિરૂપતિ ટ્રસ્ટે જરૂરિયાતમંદ લોકો સાથે જાનવરો અને સ્ટ્રીટ ડોગ્સ માટે પણ ભોજન વ્યવસ્થા કરી છે. જાનવરો માટે લગભગ ત્રણ ટન (1000 કિલોગ્રામ) ભોજન સામગ્રી એકઠી કરવામાં આવી છે. આ વ્યવસ્થા 1 એપ્રિલથી શરૂ છે.