શું શકાહારી લોકોને કોરોના સંક્ર્મણનો ખતરો ઓછો રહે છે ? જાણો એક્સપર્ટ શું કહે છે

કોરોના વાયરસથી જોડાયેલા ઘણા જ ભ્રમ લોકોના મગજમાં ઘૂમી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર અવાર નાવર કોરોના વાયરસના સંક્રમણને લઈને ઘણી નવી નવી વાતો બહાર આવતી હોય છે, ઘન જ નુસ્ખાઓ પણ આપણને સાંભળવા મળતા હોય છે. અને આવી જ એક વાત સોશિયલ મીડિયા ઉપ્પર હાલમાં જોર શોરથી વાયરલ થઇ રહી છે કે શાકાહારી લોકોને કોરોના વાયરસનું સંક્ર્મણ નથી લાગતું. શું આ વાત સાચી છે? ચાલો આપણે એક્સપર્ટના મત મુજબ જ આ વાતનું તથ્ય તપાસીએ.

શું શકાહારી લોકોને કોરોના સંક્ર્મણનો ખતરો ઓછો રહે છે ? જાણો એક્સપર્ટ શું કહે છે

ભારતીય જન સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે “આ દાવાને સાચો સાબિત કરવા માટે કોઈ પાક્કી સાબિતી નથી કે શાકાહારી લોકોને કોરોના વાયરસનો ખતરો ના હોય” તેમને એમ પણ જણાવ્યું કે કોરોના વાયરસ શાકાહારી લોકોને પણ સંક્રમિત કરી જ ચુક્યો છે.

એઈમ્સના હૃદયરોગના પૂર્વ પ્રમુકહે એમ પણ જણાવ્યું કે “ફાળો અને શાકભાજીને પોતાના આહારમાં મુખ્ય રૂપે જગ્યા આપનારા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતાને સારી હોય છે અને તે વધારે સારી રીતે આ સંક્રમણો સામનો કરી શકે છે.” તેમને એમ પણ જણાવ્યું કે “શાકાહારી અને માંસાહારી લોકો પોતાના આહારમાં તાજા ફાળો અને શાકભાજીને મુખ્ય રૂપે સ્થાન આપે. જેના કારણે સંક્ર્મણ સામે લડવા માટે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે.”

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.