- આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
અનેક વખત કેટલાક પ્રશ્નો ધ્યાનમાં આવે છે, જેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. જો કે અશક્ય નથી. આવો જ એક સવાલ એ છે કે દિવસ દરમિયાન મૃતદેહનું પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે અને રાત્રે નહીં? તો ચાલો જાણીએ કે આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે શા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. ખરેખર પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન છે જેમાં મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવે છે. શબનું પરીક્ષણ એટલે કરવામાં આવે છે જેથી વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.
પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સંહમતિની આવશ્યકતા હોય છે. જો કે, કેટલાક કેસોમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે, જેમ કે હત્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યક્તિના મૃત્યુ પછી છ થી 10 કલાકની અંદર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, કારણ કે શબમાં કુદરતી પરિવર્તન, જેમ કે ખેંચાણ આવવા લાગે છે.
